દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં રોજના ચાર લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરોનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે. MyGovIndia ટ્વીટર હેન્ડલથી કોવિડ વચ્ચે પ્રાકૃતિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા કેન્દ્ર સરકારે ખાદ્ય પદાર્થોનું એક લિસ્ટ જાહેર કર્યુ છે.
- વિટામિનથી ભરપૂર અને ખનીજ તત્વોની વધારે માત્રા ફ્રૂટ, શાકભાજીનું સેવન કરો.
- ચિંતાથી છૂટકારો મેળવવા માટે ઓછામાં ઓછા 70 ટકા કોકો સાથે ડાર્ક ચોકલેટ ખાવ.
- સમયાંતરે નરમ ખાદ્ય પદાર્થ ખાવ અને ભરપૂર માત્રામાં સલાડ લો.
- રાગી, ઓટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર અનાજનો ભોજનમાં ઉપયોગ કરો.
- ચિકન, માછલી, પનીર, સોયા જેવા પ્રોટીનના સારા સ્ત્રોતનો ઉપયોગ કરો.
- અખરોટ, બદામ, સરસવનું તેલ જેવા હેલ્ધી ફેટને પણ સામેલ કરો.
- રોજ યોગા, પ્રાણાયામ કરો.
- ઈમ્યુનિટી વધારવા દિવસમાં એક વખત હળદરવાળું દૂધ પીવો.
- મોટાભાગના કોવિડ દર્દીઓને સુગંધ અને સ્વાદ જતી રહેવાનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં સમયાંતરે નરમ ભોજન કરો અને ભરપૂર માત્રામાં આમચૂર લો.
કોરોના કાળમાં અપનાવો આયુર્વેદના આ ઉપાય, સંક્રમણ સામે લડવામાં કરશે મદદ અને મજબૂત બનાવશે ઈમ્યૂન સિસ્ટમ
Coronavirus: કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, કરો આ ચીજો