કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity Booster) વધારવા માટે લોકો જેટલા સજાગ પહેલા નહોતા તેટલા આજે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની શ્રેષ્ઠ રીત ડાયટ છે. આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે, ઉપરાંત અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. મજબૂત ઈમ્યુનિટી શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂને (Viral Infection) દૂર રાખવાનું કામ કરે છે. પરંતુ જો ઈમ્યુનિટી નબળી હોય તો સંક્રમણનો ભોગ બનવાની શક્યતા વધારે રહે છે. 


ગરમ પાણીનું સેવનઃ ગરમ પાણી પીવાથી શરીરનો થાક દૂર થઈ જાય છે. ઉપરાંત હાઈડ્રેટેડ રાખવા દિવસભર પૂરતી માત્રામાં હૂંફાળુ પાણી પીવું જોઈએ.


ઘરના મસાલાઃ ઈમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા માટે ભોજનમાં હળદર, જીરું, કોથમીર, લસણનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. ઉપરાંત હળદરનું પાણી પીવું જોઈએ.


યોગાસનઃ દરરોજ યોગ અને મેડિટેશન કરવાથી શરીર એક્ટિવ રહે છે અને ફેફસા મજબૂત બને છે.


જંક ફૂડથી બચોઃ તાજેતરના દિવસોમાં જંક ફૂડ બિલકુલ ન ખાવ અને બાળકોને પણ ન ખવરાવો. તેનાથી શરીર નબળું પડે છે અને બીમાર કરી શકે છે. તેથી હંમેશા સાત્વિક અને પચવામાં હળવો ખોરાક જ લો.


ઉકાળો પીવોઃ જો કોઈને શરદી કે ઉધરસ હોય તો ઘરે ઉકાળો બનાવીને પી શકે છે. તેમાં તુલસી, મરી, આદુનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ તત્વો શરીરમાં વાયરસને મારવામાં મદદ કરે છે અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.


Corona Vaccine: આ લક્ષણો બતાવે છે કે શરીરમાં રસી યોગ્ય રીતે કામ કરી રહી છે


Corona Immunity Booster : કોરોનાની ઝપેટમાં આવવાથી બચાવવામાં મદદગાર છે આ આયુર્વેદિક જડી બુટ્ટી