કોરોના વાયરસે આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. પહેલી લહેર બીજી લહેર કરતા વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. એક સદી પહેલા સ્પેનિશ ફ્લૂમાં પણ આવી જ સ્થિતિ હતી. જેમાં પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ હતી. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ વઘુ સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં આપનું બાળક પણ કોરોના પોઝિટિવ હોય તો તેમની સારસંભાળ કેવી રીતે કરશો જાણીએ..


કોરોના વાયરસની બીજી લહેરમાં તબીબો દ્રારા વાલીઓને સલાહ આપવામાં આવી રહી છે કે, બાળકોમાં તાવ, શરદી, ઉઘરસ, આંખ આવવી, સાંઘામાં દુખાવો, પેટમાં ગરબડ, ઉલ્ટી, હોઠનો રંગ બદલવો, ત્વચા પર ચકામા પડી જેવા કોઇ લક્ષણો દેખાતા હોય તો સાવધાન થઇ જવું અને તરત જ કોવિડ-19નો ટેસ્ટ કરાવી લેવો


બાળકો કેવી રીતે થાય છે સંક્રમિત?


નિષ્ણાંત મુજબ એક વર્ષના બાળકને કોવિડનું જોખમ તેનાથી વધુ ઉંમરના બાળકોથી વધુ હોય છે। આવું થવા પાછળનું કારણ તેમની અપરિપકવ ઇમ્યુન સિસ્ટમ અને નાનકડી શ્વનનળી હોવાનું સામે આવ્યું છે. આવા કેસમાં બાળકને શ્વાસ તકલીફ વધુ ઝડપથી થાય છે. ડિલીવરી બાદ ઘણી વખત સારસંભાળ લેનાર કોઇ સંક્રમિતના સંપર્કમાં આવવાથી પણ નવજાત સંક્રમિત થાય છે.


સંક્રમિત બાળકની સંભાળ કેવી રીતે લેશો


સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા  મુજબ બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે. જો ઘરમાં કોઇ બાળક સંક્રમિત થાય તો સૌથી પહેલા ડોક્ટરની મદદ લો. બાળકને અન્ય લોકોથી દૂર હોમક્વોરોન્ટાઇન કરવો. તેમના બેડ બાથરૂમની અલગ વ્યવસ્થા કરવી. જો કે બાળક પર સતત વોચ રાખવી. ઘરે નિયમિત ડોક્ટર તપાસ કરવા આવે તેવી વ્યવસ્થા ગોઠવો. બાળક ગરમ હુંફાળું પાણી પીવા માટે આપો. સંક્રમિત બાળકને હેલ્ધી, બેલેસ્ડ ફૂડ આપો. દેશી ઉકાળા અને સૂંઠ અને હળદરવાળું ગરમ દૂધ આપો. ટેમરેચર અને ઓકસીમીટરથી ઓક્સિજનનું લેવલ ચેક કરવું.વધુ તબિયત બગડે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં વિલંબ ન કરો.