કોવિશિલ્ડ પર તેની રસી નીતિથી ઘેરાયેલા યુકેએ આખરે મોટો ફેરફાર કર્યો છે. યુકેએ હવે ભારતની બનાવેલી કોવિશિલ્ડને માન્ય રસી તરીકે સ્વીકારી છે. આ અંગે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
યુકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીય કોવિશિલ્ડની કોરોના રસી લઈને યુકે જાય છે, તો તેણે હજુ પણ કોરેન્ટાઈન રહેવું પડશે. કેમ આવું છે? તેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે 'સર્ટિફિકેશન' નો મુદ્દો હજુ બાકી છે.
નવી ગાઈડલાઈનમાં શું છે?
યુકેની નવી ટ્રાવેલ ગાઈડલાઈન 4 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવનાર છે. થોડા દિવસ પહેલા આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી પરંતુ તેમાં કોવિશિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જેના વિશે વિવાદ થયો હતો. હવે નવી ગાઈડલાઈનમાં કોવિશિલ્ડનું નામ ઉમેરવામાં આવ્યું છે. નવી ટ્રાવેલ એડવાઈઝરી નવી બાબત એ છે કે તેમાં લખવામાં આવ્યું છે કે, 'ચાર લિસ્ટેડ રસીઓના ફોર્મ્યુલેશન જેમાં એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સજેવેરિયા, મોર્ડેના ટાકેડાને રસી તરીકે માન્યતા આપવામાં આવી છે.'
વધુમાં જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનિકા, ફાઇઝર બાયોએન્ટેક, મોર્ડના અને જેનસેન રસીઓને મંજૂરી આપવામાં આવી છે. આ રસી ઓસ્ટ્રેલિયા, એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, બહેરીન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યુઝીલેન્ડ, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા અથવા તાઈવાનમાં સંબંધિત જાહેર આરોગ્ય સંસ્થાઓ દ્વારા આપવામાં આવી હોવી જોઈએ.
બ્રિટન પર નિયમોની સમીક્ષા કરવાનું દબાણ હતું
યુકે સરકાર પર ભારતથી આવતા મુસાફરો માટે તેની કોવિડ -19 રસી માટે નક્કી કરેલા નિયમોની સમીક્ષા કરવા માટે દબાણ વધી રહ્યું હતું. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU) ના પ્રમુખ સનમ અરોરાએ કહ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવપૂર્ણ પગલું છે, કારણ કે તેમની તુલના અમેરિકા અને ઇયુમાં તેમના સમકક્ષો સાથે કરવામાં આવે છે.