મુંબઈ: દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. છેલ્લા 24 કલાકમા મહારાષ્ટ્રમા કોરોના વાયરસના 431 નવા કેસ સામે આવ્યા છે અને 18 લોકોના મોત થયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5649 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 269 લોકોના મોત થયા છે.


મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં સારવાર બાદ 789 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 232 નવા કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 3683 કેસ નોંધાયા છે અને 161 લોકોના મોત થયા છે.



બીએમસીએ જણાવ્યું કે, મુંબઈની ધારાવીમાં 9 નવા કેસ આવ્યા છે, આ સાથે અહીં કુલ 189 કેસ સામે આવ્યા છે. જ્યારે 12 લોકોનાં મોત થયા છે. આ સિવાય પૂણેમાં બે લોકોનાં બુધવારે મોત થયા હતા, પૂણે જિલ્લાં કુલ 57 લોકોનાં મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 20 હજરાને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાાલય દ્વારા સાંજે 6 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી 201471 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 652 લોકોના મોત થયા છે. જ્યારે 3960 દર્દીઓ સાજા થયા છે.