જણાવીએ કે, છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે. અહીં 49 લોકો સંક્રમિત મળી આવ્યા છે. કેરળમાં 26, કર્ણાટકમાં 15, દિલ્હીમાં 16, ઉત્તર પ્રદેશમાં 18, ગુજરાતમાં 7 કેસ પોઝિટિવ આવ્યા છે. 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.
વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાયરસની સંક્રમિત છે. ન્યૂઝ એજન્સી એએફપીના આંકડા અનુસાર, કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઇટલીમાં તો ચીનથી પણ વધારી જીવ ગયા છે. ઇટલીમાં 427 અને લોકોના મોતની સાથે આ વિષાણુથી મરનારા લોકોની કુલ સંખ્યા 3405 સુધી પહોંચી ગયો છે. ચીનમાં 3245 લોકોના મોત થયા છે. વિશ્વમાં થનારા કુલ મોતમાંથી અંદાજે 33 ટકા ઇટલીમાં થયા છે.