નવી દિલ્હી: શું બીસીજીની વેક્સીનથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર થઈ શકે છે? હવે તેના માટે બીસીજી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. બીસીજીની રસીથી કોરોના સામે લડવાની સંભાવનાઓ શોધવા માટે રિસર્ચ શરૂ થઈ ગયું છે. ક્લીનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. બેસિલ કાલ્મેટ ગુએરિન(BCG) રસી ભારતમાં બાળકના જન્મ બાદ આપવામાં આવે છે.


ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીસીજીઆઈ)એ દેશના 5 મેડિલક સંસ્થાને વેક્સીનની ટ્રાયલની જવાબદારી સોંપી છે. આ સંસ્થાઓમાં હરિયાણાના રોહતકની Pandit Bhagwat Dayal Sharma Post Graduate Institute of Medical Sciences પણ સામેલ છે. રોહતક પીજીઆઈમાં આ સંશોધનની જવાબદારી સંસ્થાના કમ્યુનિટી મેડિસિન વિભાગને સોંપવામાં આવી છે.
રોહતક પીજીઆઈના પ્રિન્સિપલ પ્રોફેસર સવિતા વર્માએ જણાવ્યું કે, વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ છે. પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં જે મેડિકલ સ્ટાફ અને ફેમિલીવાળા આવી રહ્યાં છે, ટ્રાયલમાં એ રિસર્ચ કરવા આવી રહ્યું છે કે, શું તે સંક્રમણને રોકી રહ્યું છે.

એનો મતલબ એ કે, ટીબીની બીમારીમાં કામ આવતી બીસીજીની વેક્સીનનું ટ્રાયલ તે લોકો પર કરવામાં આવશે, જે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની નજીક રહ્યા હોય. જેમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ સામેલ છે. એટલું જ નહીં કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવાર પર પણ ટ્રાયલ કરવામાં આવશે. રોહતક પીજીઆઈમાં 175 લોકો પર બીસીજીની રસીનું પરીક્ષણ કરવામાં આવશે. રસી લગાવ્યાના 6 મહીના સુધી આવા લોકોનું મેડિકલ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે.

Special Centre for Molecular Medicine ના પ્રોફેસરે જણાવ્યું કે, બીસીજી રસી અમેરિકા, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડમાં નથી આપવામાં આવતી અને અહીં કોરોનાનો પ્રકોપ વધારે છે, જ્યારે બ્રાઝીલ, જાપાન બીસીજી રસી પોતાના દેશમાં આપે છે, તો ત્યાં કોવિડનો રેટ ઓછો છે. જો કે, AIIMSના ડાયરેક્ટર પ્રોફેસર રણદીપ ગુલેરિયા કહે છે કે, બીસીજીની રસીથી કોરોનાની સારવારના કોઈ પ્રમાણ હજુ મળ્યા નથી.

બીસીજીની રસી કોરોના સામે લડવા મોટું હથિયાર સાબિત થઈ શકે છે કે નહીં, તેના માટે દેશની પાંચ મોટી મેડિકલ સંસ્થાઓને રિસર્ચનું કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ તેના પરિણા આવવામાં સમય લાગશે કારણ કે આ ટ્રાયલની પ્રક્રિયા લાંબી છે.