નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. જેને લઈ આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને સંસદમાં માહિતી આપી હતી.

તેમણે કહ્યું, ભારતમાં કોરોનાને લઈ 17 જાન્યુઆરીથી તૈયારી કરવામાં આવી રહી હતા. પહેલા મુંબઈ, કોલકાતા, દિલ્હી સહિત કેટલાક એરપોર્ટ્સ પર મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવતું હતું, હવે કેટલાક વધારે એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 29 કેસ સામે આવ્યા છે. ઈટાલીથી આવેલા પ્રવાસીઓમાં વાયરસ જોવા મળ્યો છે. તમામ સંબંધિત વિભાગો કોરોનાને લઈ સતત બેઠક કરી રહ્યા છે.


એન95 માસ્ક અને અન્ય ઉપકરણોની એક્સપોર્ટ નિયંત્રિત કરવામાં આવી છે. તપાસ માટે 15 લેબ બનાવવામાં આવી છે. એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. અમે માર્ગદર્શન અને અપડેટ્સ માટે WHOના સંપર્કમાં છીએ. ઈરાનના તેહરાનમાં ફસાયેલી ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર ઈરાનના સંપર્કમાં છે.


લોકોએ કોરોનાથી પ્રભાવિત દેશોમાં જવાથી બચવું જોઈએ. જરૂર ન હોય તો વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ. 12 મોટા અને 65 નાના બંદરો પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 4 માર્ચ સુધી 6,11,167 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં

પોલાર્ડે રચ્ચો ઈતિહાસ, એક જ T-20 મેચમાં બનાવ્યા બે મોટા રેકોર્ડ

Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ