તેમણે ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્રવાદ, સ્થાનીક સરકાર, સંઘવાદ વગેરે ત્રણ-ચાર પ્રકરણોને પડતા મુકવામાં આવ્યા છે. જેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. વિવિધ વિષયોને વ્યાપક સ્તર પર જોવામાં આવે તો તમામ વિષયોમાં કેટલીક ચીજો છોડવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, અભ્યાસક્રમમાંથી જે પ્રકરણો પડતા મુકવામાં આવ્યા છે તેમાં રાષ્ટ્રવાદ, નાગરિકતા, નોટબંધી જેવા પણ સામેલ છે. જેનો એકમાત્ર હેતુ સિલેબસને 30 ટકા ઓછો કરીને વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવાનો છે. આ પગલું અમારા 'સિલેબસ ફોર સ્ટુડન્ટ્સ 2020' અભિયાનના માધ્યમથી શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી મળેલા સૂચન અને વિવિધ નિષ્ણાતોની સલાહ પર ભરવામાં આવ્યું છે.
સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અભ્યાસક્રમમાં કરાયેલા ઘટાડાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને પગલે ફક્ત એક જ વર્ષ 2020-21 માટે 190 વિષયોના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એશિયા કપ રદ્દ થયાની ગાંગુલીની જાહેરાત બાદ PCBએ શું આપ્યું નિવેદન, જાણો વિગતે
Education Loan Information:
Calculate Education Loan EMI