પ્રદેશ અધ્યક્ષે ટ્વિટ કરીને લખ્યું, મારામાં કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ મેં મારો કોવિડ-19 રિપોર્ટ કરાવ્યો. તપાસમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને મારું નિવેદન છે કે ગાઈડલાઈન મુજબ સ્વયંને ક્વોરન્ટાઈન કરી લે અને જરૂરિયાત મુજબ પોતાની તપાસ કારવી લે.
આ ઉપરાંત તેમણે લખ્યું કે, ડોક્ટરની સલાહ મુજબ હું હાલ મારા ઘરે ક્વોરન્ટાઈન છું.રાજ્યના તમામ લોકોને મારી વિનંતી છે કે પૂરી સાવધાની રાખે અને સરકારની ગાઈડલાઈનનું કડક પાલન કરે.
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કુલ 17,50,724 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 37,364 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે.
ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?
દેશના આ રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માત્ર સોમ અને મંગળવારે જ જઈ શકાશે, ગાઈડલાઈન પાડી બહાર
જો વિવિધ સમસ્યાઓ નહીં ઉકેલવામાં આવે તો પીએમ મોદીનું રાજીનામું માંગવામાં આવી શકે છેઃ સંજય રાઉત