ગુવાહાટીઃ આસામ સરકારે રાજ્યમાં ગતિવિધિને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ આદેશ આજે સાંજે સાત વાગ્યાથી અમલી બનશે અને 14 ઓગસ્ટ સાંજે સાત વાગ્યા સુધી લાગુ રહેશે. ગાઈડલાઈન્સ મુજબ  એક-જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવા માટે માત્ર સોમવાર  અને મંગળવારે જ મંજૂરી રહેશે અને આ માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ પરમિટ નહીં લેવી પડે.

રાજ્યના મુખ્ય સચિવે એક આદેશમાં કહ્યું, મોલ અને જિમ સોમવારથી શુક્રવાર સુધી કોવિડ-19 ગાઇડલાઇન મુજબ ખોલી શકાશે. રેસ્ટોરાં, હોટલ અને અન્ય સેવાઓ પણ શનિવાર અને રવિવારને બાદ કરતાં કોવિડ નિયમો અંતર્ગત ખુલી શકે છે.



આસામે  સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારી કરી છે. રાજ્ય સરકારે કહ્યું, અમે સ્કૂલ-કોલેજો એક સપ્ટેમ્બરથી ખૂલે તેમ ઈચ્છીએ છીએ, પરંતુ આ અંગે અંતિમ ફેંસલો સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવાનો છે.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કુલ 17,50,724 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 37,364 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે.

ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?

અમિત શાહને કોરોના થતાં નરેન્દ્ર મોદી અને ક્યા કેન્દ્રીય પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ?

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અભિષેકે આપી માહિતી