લખનઉઃ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.  જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 15 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે. 23 માર્ચથી 25 માર્ચ સુધી આ જિલ્લામાં લોકડાઉન રહેશે. આ 15 જિલ્લામાં આગ્રા, લખનઉ, ગૌતમબુદ્ધનગર, ગાજિયાબાદ, મુરાદાબાદ, વારાણસી, લખીમપુર, ખીરી, બરેલી, આઝમગઢ, કાનપુર. મેરઠ, પ્રયાગરાજ, અલીગઢ, ગોરખપુર, અને સહારનપુર સામેલ છે. 31 માર્ચ સુધી આ જિલ્લાઓ પુરી રીતે લોકડાઉન રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

આ અગાઉ પંજાબ અને રાજસ્થાન સરકારે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.  તે સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત તમામ રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.