નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્ય 21 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1409 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.


આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે 4 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, અત્યાર સુધીમાં દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની 21,393 થઈ ગઈ છે. જેમાંથી 681 લોકોના મોત થયા છે. જ્યારે રાહતના સમાચાર એ છે કે, 4257 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 16454 છે.



કયા રાજ્યામાં કેટલા કેસ ?

આંધ્રપ્રદેશ- 813, અંદમાન નિકોબાર-18, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-143, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2248, ગોવા-7, ગુજરાત- 2407, હરિયાણામાં-252, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-407, ઝારખંડ-49, કર્ણાટક- 427, કેરળ-438, લદાખ-18, મધ્યપ્રદેશ-1592, મહારાષ્ટ્ર- 5652, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-83, પોંડીચેરી-7, પંજાબ-251, રાજસ્થાન-1890, તમિલનાડુ-1629, તેલંગણા-945, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-46, ઉત્તર પ્રદેશ-1449 અને પશ્ચિમ બંગાળ-456 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.

કયા રાજ્યમાં કેટલા મોત ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 269 લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 103, મધ્યપ્રદેશમાં-80, તેલંગણામાં 23, દિલ્હીમાં 48, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળ 15, કર્ણાટકમાં 17, ઉત્તર પ્રદેશ 21, રાજસ્થાન-27, કેરળ-3, જમ્મુ-કાશ્મીરમાં 5, આંધ્રપ્રદેશ 24, બિહાર -2, તમિલનાડુ-18, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત થયા છે.