કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાય છે, જ્યારે 4706 લોકોનાં મોત થયા છે અને 71 હજાર 106 લોકો સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન 4.0 સમાપ્ત થવાના માત્ર બે દિવસ બાકી છે. તેની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોન પર વાતચીત કરી. સૂત્રો અનુસાર ગૃહમંત્રીએ લોકડાઉન વધારવા કે સમાપ્ત કરવા મામેલ રાજ્યો સાથે વાતચીત કરી હતી. આ સિવાય કોરોનાને રોકવા માટે વધુ પગલા લેવા, જેવા અનેક મુદ્દાઓ પર મુખ્યમંત્રીઓ પાસે સૂચનો માંગ્યા છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 3251, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ- 3, આસામ-856, બિહાર-3296, ચંદીગઢ- 288, છત્તીસગઢ-399, દાદરા નગર હલેવી-2, દિલ્હી-16281, ગુજરાત- 15572, હરિયાણામાં-1504, હિમાચલ પ્રદેશ -276, જમ્મુ કાશ્મીર-2036, ઝારખંડ-469, કર્ણાટક- 2533, કેરળ-1088, લદાખ-73, મધ્યપ્રદેશ-7453, મહારાષ્ટ્ર- 59546 , મણિપુર-55, મેઘાલય-21, મિઝોરમ-1, ઓડિશા-1660, પોંડીચેરી-51 , પંજાબ-2158, રાજસ્થાન- 8067, સિક્કિમ-1, તમિલનાડુ- 19372, તેલંગણા-2256, ત્રિપુરા-242, ઉત્તરાખંડ-500, ઉત્તર પ્રદેશ-7170 અને પશ્ચિમ બંગાળ-4536 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.