નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 21,604 લોકોના મોત થયા છે અને આશરે આઠ લાખની નજીક લોકો તેની ચપેટમાં આવ્યા છે. કોરોનાનો પ્રકોપ વધતા કેટલાક રાજ્યોની સરકારે પ્રદેશમાં ફરી એક વખત લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ રાજ્યો છે- ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ. આ રાજ્યોમાં ક્યાં સુધી લોકડાઉન રહેશે, જાણો અહીં...

યૂપીમાં 2 દિવસ માટે લોકડાઉન

ઉત્તરપ્રદેશમાં 10 જૂલાઈની રાત્રે 10 વાગ્યાથી લઈને 13 જૂલાઈ સવારે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાન અને હોસ્પિટલ ખુલ્લા રહેશે. તમામ ઓફિસ, ગ્રીમણ હાટ, બઝાર, ગલ્લા મંડી અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન બંધ રહેશે. આવશ્યક સેવાઓમાં કાર્યરત વ્યક્તિઓ, કોરોના વૉરિયર, સ્વસ્છતાકર્મી અને ડૉર સ્ટેપ ડિલીવરી સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ નથી. રેલગાડિઓની અવર-જવર પહેલાની જેમ ચાલુ રહેશે. રેલથી આવનારા વ્યક્તિઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે.

આદેશ અનુસાર, ઉત્તરપ્રદેશમાં તમામ ઘરેલૂ અને અંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ યથાવત રહેશે. મુસાફરોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ નથી. માલવાહક વાહનોની અવર-જવર પર કોઈ રોક નથી લગાવવામાં આવી.રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર પરિવહન ચાલુ રહેશે. તેમના રસ્તાઓ પર આવતા પેટ્રોલ પંપ અને ઢાબા ખુલ્લા રહેશે.

પટનામાં ફરી 7 દિવસનું લોકડાઉન
બિહારમાં કોરોના સંક્રમણ વધતા પટના જિલ્લા પ્રશાસને શહેરમાં ફરી એક વખત લોકડાઉન લાગૂ કર્યું છે. આ લોકડાઉન સાત દિવસ માટે લાગૂ રહેશે. પટનામાં 10 જૂલાઈથી 16 જૂલાઈ સુધી લોકડાઉન લાગૂ રહેશે. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. શાકભાજીની દુકાનો પહેલાની જેમ દિવસભર ખુલ્લી નહી રહે. જિલ્લાના બોર્ડરવાળા વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

આદેશ મુજબ, જરૂરિ ચીજ વસ્તુઓની દુકાન સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ખુલશે. આ પહેલા ભાગલપુરમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં આજથી નવી શરતો સાથે લાગૂ થશે લોકડાઉન
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આજે સાંજે 5 વાગ્યાથી લોકડાઉન લાગૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના કન્ટેઈમેન્ટ ઝોન અને બફર ઝોનમાં કડક લોકડાઉન લાગૂ રહેશે. પશ્ચિમ બંગાળ સરકારમાં મુખ્ય સચિવ ગૃહ અલાપન બંદોપાધ્યા તરફથી જાહેર કરવામાં આદેશમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં સખ્ત લોકડાઉન લાગૂ રહેશે અને તમામ સરકારી અને પ્રાઈવેટ કાર્યાલય, સમારોહ, પરિવહન, તમામ બઝાર, ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓ બંધ રહેશે.

અધિકારીએ કહ્યું કે સ્થાનીય પ્રશાસન આ વિસ્તારોના રહેવાસીઓ માટે આવશ્યક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે. ઉંચી ઉંચી બિલ્ડિંગો અને પાકા મકાનોમાં રહેતા ભણેલા ગણેલા લોકોની બેદરકારીના કારણે કોલકાતામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને પશ્ચિમ બંગાળ સરકારે ફરી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પહેલાથી જ સમગ્ર રાજ્યમાં 31 જૂલાઈ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કેરળ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ વધુ પ્રભાવિત વિસ્તારોને લોકડાઉનમાં રાખ્યા છે.