અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે અગ્રિમ ચોકીઓ પર ફાયરિંગ કરી હતી. હુમલામાં એક જવાન ઘાયલ થઈ ગયો હતો. જેણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, સરહદ પર તૈનાત ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિદેશન (ડીજીપી) દિલબાદ સિંહના જણાવ્યા અનુસાર, જૂન મહીનામાં આતંકવાદી વિરુદ્ધના અભિયાનમાં 48 આતંકી ઠાર કર્યા છે. આ વર્ષે અત્યાર સુધી 128 આતંકવાદી માર્યા ગયા છે. જેમાં એકલા જૂન મહીનામાં જ 48 આતંકવાદી ઠાર કર્યા છે.
ડીજીપીએ કહ્યું, “આ વર્ષ દરમિયાન માર્યા ગયેલા 128 આતંકવાદીઓમાંથી 70 હિજબુલ મુજાહિદ્દીનના છે. જ્યારે લશ્કર - એ -તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 20-20 છે, બાકી અન્ય સંગઠનોના છે.”