નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી વિકસિત કરવામાં બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ દ્વારા વિકસિત કરવામાં આવેલી રસી માણસો માટે સુરક્ષિત છે. માનવ પરીક્ષણ દરમિયાન રસીથી લોકોમાં કોવિડ-19 સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત હતી.


યુનિવર્સિટીએ રસીના ટ્રાયલ માટે 1077 લોકોને સામેલ કર્યા હતા. જે લોકોને આ રસી આપવામાં આવી, તેમના શરીરમાં કોરોના વાયરસ સામે લડનારા વ્હાઇટ બ્લડ સેલ અને એન્ટીબોડી વિકસિત તઈ હોવાના પૂરાવા મળ્યા છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સફળતા બાદ મોટા પાયે માનવ પરીક્ષણ કરીને વેક્સીન સફળ હોવાની પુષ્ટિ કરનારું છું. બ્રિટિશ સરકાર પહેલા જ આ રસીને 10 કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુકી છે. આ રસીને ChAdOX1 nCov-19 નામ આપવામાં આવ્યું છે.

આ રસીને જેનેટિકલી એન્જીનિયર્ડ વાયરસની મદદથી તૈયાર કરવામાં આવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર થયેલી કોરોના વાયરસની રસીનું ટ્રાયલ ભારતમાં પણ શરૂ થશે. બ્રિટનમાં સંશોધનકર્તા સાથે ભાગીદારી કરનારી ભારતીય કંપનીએ આ જાણકારી આપી છે.