ફંડના ઉપયોગથી બનશે SPV
સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાના કહેવા મુજબ, વેક્સીન વિકસિત કરવા માટે તેઓ સ્પેશલ પરપઝ વ્હેકિલ SPV બનાવી શકે છે. વેક્સીન પ્રોડક્શન માટે જે રોકાણ એકત્ર કરવામાં આવશે તે એસપીવીમાં જશે. કંપની સપ્ટેમ્બરમાં ફંડ એકત્ર કરવાનું અભિયાન પૂરું કરી લેશે. અદર પૂનાવાલાએ કહ્યું કે, તેમની કંપનીની દુનિયાના અનેક રોકાણકારો સાથે વાત ચાલી રહી છે. આ સિવાય તેમણે કંઈ કહ્યું નહોતું. આ અંગે બ્લેકસ્ટોન અને કેકેઆર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને આપ્યા છે 15 કરોડ ડોલર
આ મહિનાની શરૂઆતમાં બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને એસ્ટ્રાજનેકા-ઓખ્સફોર્ડ યુનિવર્સિટીને વેક્સીન બનાવવા સીરમ ઈન્સ્ટિટ્યૂટને 15 કરોડ ડોલરનું ફંડ આપ્યું છે. અમેરિકાની ફર્મ નોવાવેક્સે ગરીબ અને મધ્યમ આવકના દેશો માટે વેક્સીન બનાવા ફંડ આપ્યું હતું. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની દર મહિને દસ કરોડ ડોઝ બનાવાની યોજના છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ફંડ એકત્ર કરવાની કવાયત માટે ગોલ્ડમેન સાકસ, સિટી અને અવેંડસ સમર્થન આપી રહ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એસ્ટ્રા-જેનેકામાં 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીનું કહેવું છે કે તેને સરકાર તરફથી કોઈ ફંડ મળ્યું નથી અને ન તો કોઈ એડવાન્સ પરચેસિંગ એગ્રીમેન્ટ થયો છે.
ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત, સરકારી નોકરીઓ માત્ર રાજ્યના લોકોને જ મળશે