કોરોનાવાયરસ: કોરોના વાયરસના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ બની શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની હોસ્પિટલોએ તેમની સાથે કાર્યવાહી કરવાની યોજનાઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત, બાળકો માટે જરૂરી ઉપકરણો, દવાઓ અને આઈસીયુ બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓ કરવામાં આવી રહી છે.
સરકારે ચેતવણી આપી છે કે બાળકોમાં હજી સુધી કોરોના વાયરસના ચેપની ગંભીર અસર જોવા મળી નથી, જો વાયરસ તેનું રૂપ બદલે તો આવે તો તેની અસર વધી શકે છે. આ સાથે સરકારે કહ્યું હતું કે આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ ચાલુ છે.
નિતી આયોગના સદસ્યો વી.કે પાલે કહ્યું કે, "અમે તમને ફરીથી ખાતરી આપીએ છીએ કે, કે બાળરોગની જરૂરિયાતોનું સંચાલન કરવામાં આવશે અને કોઇ કમી નહીં રહે. " તેમણે કહ્યું હતું કે સમીક્ષા કર્યા પછી, પરિસ્થિતિ વધુ વણસી જાય તો તેની શું જરૂર પડશે તેનો અંદાજ લગાવીશું અને તેને પહોંચી વળવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
પત્રકાર પરિષદને સંબોધતા પાલે કહ્યું કે કોવિડ પછી બાળકોમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળી રહ્યાં છે. બાળકોમાં ચેપને કારણે થતી ગૂંચવણોને જોવા માટે રાષ્ટ્રીય જૂથની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં ચેપનાં લક્ષણો હોતા નથી અથવા બહુ ઓછા લક્ષણો બતાવે છે.
છે.
તેમણે કહ્યું કે, જો બાળકો સંક્રમિત થશે તો બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની નોબત બહુ ઓછા કેસમાં જોવા મળે છે. વાયરસ જો તેમનો વ્યવહાર બદલે તો મહામારીના વિજ્ઞાનમાં ગતિશીલતામાં પરિવર્તન જરૂરી બની જાય છે. તેમણે જણાવ્યું કે, બાળકોમાં કોવિડના બે સ્વરૂપ જોવા મળે છે. બાળકોને તાવસ કફ અને ત્યારબાદ શરદી થાય છે. આ સ્થિતિમાં વધુ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાવાની નોબત આવે છે.
પોલે કર્યું કે, કોવિડથી સાજા થયેલા કેટલાક બાળકોને થોડા સમય બાદ ફરી તાવ આવે છે. આંખોમાં સોજો જોવા મળે છે. ઉલ્ટી અને રક્તસ્રાવની સ્થિતિ બને છે. તેને મલ્ટી સિસ્ટમ ઇનફલામેટ્રી સિડ્રોમ કહેવાય છે. કોવિડથી સંક્રમિત 2થી 3 ટકા બાળકોને જ હોસ્પિટમાં દાખલ થવાની જરૂર પડે છે.
બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર થઇ શકે છે ઘાતક ?
દિલ્લીની હોસ્પિટલ્સમાં કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે કવાયત શરૂ કરી દીધી છે. હોસ્પિટલમાં બાળકો માટે આવશ્યક ઉપકરણ, દવાઓ અને આઇસીયૂ વિસ્તરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના બુનિયાદી ઢાંચામાં સુધાર કરવામાં આવે છે. દિલ્લી સરકારે ત્રીજી લહેર માટે એક કાર્યદળની રચના પણ કરીછે. જે બાળકો માટે હોસ્પિટલમાં બેડ આઇસીયૂ સહિતના ઉપકરણની સુવિધા વધારવા માટે કામ કરશે.