નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં હવે ભારત સરકારની પ્રસંસા ખુદ વર્લ્ડ બેન્કે કરી છે, વાત એમ છે કે, ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ એપની વિશ્વ બેન્કે પ્રસંશા કરી છે. વર્લ્ડ બેન્ક અનુસાર ભારતની આ પહેલથી દુનિયાને એક નવો રસ્તો મળ્યો છે.


ખાસ વાત છે કે, ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ એપ દ્વારા કોરોનાના લક્ષણોની ઓળખ થાય છે. આ એપની મદદથી કોઇપણ વ્યક્તિને ખબર પડી શકે છે કે તે તેની આજુબાજુના કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યો છે કે નહીં. તેની આજુબાજુ કોરોના સંક્રમિત છે કે નહીં. સરકારે લોકોને આ એપ ડાઉનલૉડ કરવાની અપીલ કરી છે.



ભારત સરકારે આ એપ લૉન્ચ કરીને દુનિયાની ટેક દિગ્ગજ કંપનીઓ એપલ અને ગૂગલને પાછળ પાડી દીધી છે. બન્ને કંપનીઓ કોરોના માટે એક સૉફ્ટવેરનુ નિર્માણ કરી રહી છે.



ભારતના નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્તે પણ આ એપ અંગે ટ્વીટર પર ખુલાસો કર્યો હતો. આરોગ્ય સેનુ ઉદાહરણ આપતા તેમને વર્લ્ડ બેન્કના એક રિપોર્ટને શેર કર્યો હતો.