શ્રીહરિકોટાભારતીય અંતરિક્ષ સંગઠન (ઇસરો)  સોમવારે એટલે કે આજે ધ્રુવિય પ્રક્ષેપણ(PSLV) સી-35 લોંચ કરી અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને પૂર્ણ કરશે. પીએસએલવી-સી 35 પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ધવન અંતરિક્ષ કેંદ્રના પ્રથમ પ્રક્ષેપણથી સોમવારે સવારે 12 વાગે કરવામાં આવશે. જેમાં આઠ ઉપગ્રહ એકસાથે ઉડાન ભરવામાં આવશે, જેના માટે 48 કલાક 30 મિનીટની ઉંધી ગણતરી શનિવાર સવારે 8.42 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. ચોથા ચરણ માટે મોનો મિથાઈલ હાઈડ્રાજીન અને નાઈટ્રોજન મિશ્રિત ઓક્સાઈડ ભરવાની કામગીરી શનિવારે પૂર્ણ કરવામાં આવી છે.


આ મિશન આશરે 2 કલાક 15 મિનિટ અને 33 સેકેંડનું હશે. આ મિશન ઈશરોનું સૌથી લાંબુ મિશન હશે. જેની બીજી ખાસિયત એ છે કે ઉપગ્રહોને અલગ-અલગ ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.