સિંધુ જળ સમજૂતી પર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સોમવારે બોલાવી ખાસ બેઠક
abpasmita.in | 25 Sep 2016 08:57 PM (IST)
નવી દિલ્લી: ઉડી હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીને લઈને વધતા દબાણની વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સોમવારે સિંધુ જળ સમજૂતીને લઈને એક મહત્વની બેઠક બોલાવી છે. સૂત્રો પ્રમાણે, વડાપ્રધાન નરેંદ્ર મોદી સિંધુ જળ સમજૂતીને લઈને અધિકારીઓ સાથે દરેક રીતે ચર્ચા કરશે. સમજૂતી પર ફાયદો અને નુકસાન ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે.