નવી દિલ્હી : સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં આપવામાં આવેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે જ્યારે પૂરો દેશ COVID 19 સામે યુદ્ધ લડી રહ્યો છે, કૉંગ્રેસ કેંદ્ર સરકાર સામે લડી રહી છે. કૉંગ્રેસના આ વ્યવહાર પર કોઈ દિવસ સવાલ ઉઠાવાશે અને તેણે આનો જવાબ આપવો પડશે. તેમણે કહ્યું કે આપણે એક થઈને આ લડાઈ સામે લડી રહ્યા છીએ પરંતુ આ સ્થિતિમાં માત્ર કૉંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે પીએમ નરેંદ્ર મોદી અને સરકાર સામે લડી રહી છે.


જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી કયારેય રચનાત્મક સૂચનો નથી આપતા તે માત્ર સરકારનો વિરોધ કરવા માટે સૂચન અને સલાહ આપે છે. આ નિંદનીય છે. દેશની જનતા આ પ્રકારનો વ્યવહારને સહન નહી કરે.

જાવડેકરે કહ્યું કે આજે રાહુલ ગાંધીનું ટ્વિટ સરકારના વિરોધની શ્રેણીમાં આવે છે. બીજુ કોઈ નહી, પરંતુ રાહુલ ગાંધી અને તેમની ગૈંગ સરકારનો વિરોધ કરી રહી છે.

કોરોના મહામારી વચ્ચે થયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોરોના સામે લડાઈના સમયે ભાજપ નફરતનો વાયરસ ફેલાવી રહી છે. કોરોનાના સમયે ભાજપ પર સામ્પ્રદાયિક રાજકારણ કરવાથી બાજ ન આવવાનો આરોપ લગાવતા કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, જ્યારે આપણે બધાએ સાથે મળીને કોરોના સામે લડવું જોઈએ ત્યારે ભાજપ સામ્પ્રદાયિક પૂર્વાગ્રહ અને નફરતનો વાયરસ ફેલાવી રહી છે જે ચિંતાજનક છે. તેનાથી સામાજિક સૌહાર્દેનું મોટુ નુકશાન થઈ રહ્યું છે. આપણે આ નુકશાનની ભરપાઈ કરવી પડશે.