Lucknow News: ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટમાં આઠમાંથી સાત આતંકવાદીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે એકને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે સજા નક્કી કરવા માટે મંગળવારે આતંકીઓને NIAની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જોકે આતંકીઓને સોમવારે સજા સંભળાવવાની હતી પરંતુ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોંધનીય છે કે શુક્રવારે જ કોર્ટે તમામ આતંકીઓને દોષિત જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના શાજાપુરમાં 7 માર્ચ 2017ના રોજ સવારે થયેલા આ વિસ્ફોટમાં ISISના ખોરાસાન મોડ્યુલના આતંકવાદીઓની ભૂમિકા સામે આવી હતી. વિસ્ફોટના બીજા જ દિવસે 8 માર્ચ 2017ના રોજ લખનઉના કાકોરી વિસ્તારમાં ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા કાનપુરના આતંકવાદી સૈફુલ્લાહ એટીએસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જ્યારે મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ ઉર્ફે રોકી અને મોહમ્મદ આતિફ ઉર્ફે આતિફ ઈરાનીની ધરપકડ કરવામાં આવી હતી.
જેહાદ માટે ઉશ્કેરવામાં આવે છે
પકડાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, આતંકી ફંડિંગ, વિસ્ફોટકો અને હથિયારો એકત્ર કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ISISએ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકી સંગઠનમાં સામેલ કર્યા હતા. ISIS આ યુવાનોનો ઉપયોગ દેશ વિરુદ્ધની ગતિવિધિઓમાં કરી રહ્યું હતું. ઝાકિર નાઈકના વીડિયો બતાવીને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, આતંકી ફંડિંગ, વિસ્ફોટક સામગ્રી અને હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે તમામ આતંકીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 7ને મોતની સજા સંભળાવવામાં આવી હતી.
Manish Sisodia : મનીષ સિસોદિયાને સુપ્રીમે જામીન તો ના આપ્યા પણ ઘઘલાવતા કહ્યું -"તમે..."
Manish Sisodia Bail Hearing: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જોરદાર આંચકો આપ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી સાથો સાથ જામીન પણ નામંજુર કર્યા હતાં. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી.
દેશની વડી અદાલતે આ મામલાની સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો અને જામીન માંગવા સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. AAP નેતા મનીષ સિસોદિયા હાલ CBI કસ્ટડીમાં છે.
સીજેઆઈએ કહ્યું હતું કે, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન અને અન્ય રાહતની માંગ કરી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆનો કેસ ટાંક્યો પણ તે કેસ આનાથી સાવ અલગ જ હતો. તમારે જામીન લેવા નીચલી કોર્ટમાં જવું જોઈએ. FIR રદ કરાવવા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ.