COVID Heart Attacks: તાજેતરમાં હાર્ટ અટેકના કેસોમાં વધારો થયો છે. જીમમાં યુવાનોની કસરત કરતી વખતે પણ હાર્ટ અટેકના કિસ્સા બન્યા છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકનું જોખમ પણ કોરોના સાથે જોડાયેલું છે. ભૂતપૂર્વ ડબ્લ્યુએચઓ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેક, ડાયાબિટીઝ, સ્ટ્રોકનું જોખમ વધે છે તે સ્પષ્ટ છે.
સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેકનું જોખમ રસી લીધા બાદ કરતા 4 થી 5 ટકા વધુ છે. હાર્ટ અટેકનું મુખ્ય કારણ કોરોના ચેપ છે. આ વાતની આશંકા ઓછી છે કે કોરોના વાયરસ એ રીતે બદલાયા કે આ રસીના કારણે બનેલી ઇમ્યૂનિટીને ખત્મ કરી શકે પરંતુ સતત ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.
શું કહેવું છે ડોક્ટરનું?
અગાઉ નવી દિલ્હીના નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિઝિટિંગ કન્સલ્ટન્ટ ડૉક્ટર બિક્રમ કેશરી મોહંતીએ તાજેતરમાં એબીપીને કહ્યું હતું કે કોવિડ -19 શરીરની કોઈપણ પ્રણાલીને અસર કરી શકે છે. તે મુખ્યત્વે ફેફસાં અને પછી હૃદયને અસર કરે છે. તેમણે કહ્યું કે વાયરલ ચેપ બળતરા પેદા કરીને આખા હૃદય (હૃદયના સ્નાયુઓ) ને અસર કરી શકે છે અને આ રીતે અંગને નુકસાન પહોંચાડે છે. જેને માયોકાર્ડિટિસ તરીકે ઓળખવામાં આવે છે.
દેશમાં કોરોના સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 169 કેસ આવ્યા છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 2,257 થઈ છે. મંગળવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,30,771 થઈ ગઈ છે.
ડેટા અનુસાર, ભારતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,46,86,371 થઈ છે. મંત્રાલયે કહ્યું કે કોરાનામાંથી સ્વસ્થ થવાનો દર 98.80 ટકા છે. ડેટા અનુસાર, દેશમાં કોવિડ -19 ને હરાવનારા લોકોની સંખ્યા વધીને 4,41,53,343 થઈ ગઈ છે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની રસીના 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Earthquake : ભારત માથે તોળાતુ ગંભીર સંકટ, આ 20 વિસ્તારોમાં 8ની તિવ્રતાના વિનાશક ભૂકંપની શક્યતા
Earthquake In India : તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો ભવિષ્યને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ હિમાલયમાં એવા 20 વિસ્તારોનો અંદાજ લગાવ્યો છે, જ્યાં 8 કે તેથી વધુ રિએક્ટર સ્કેલનો ધરતીકંપ ગમે ત્યારે આવી શકે છે. 5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપના કારણે અહીંની ઈમારત હલી જાય છે. આ સ્થિતિમાં જો 8ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેનાથી થનારા નુકસાનની આપણે કલ્પના પણ ના કરી શકાય. તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.9 હતી.
સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આરજે પેરુમલના જણાવ્યા અનુસાર, હિમાલયના લગભગ 2000 કિલોમીટરના વિસ્તારમાં અને ભારતમાં લગભગ અડધો ડઝન વિસ્તારોમાં મોટા ભૂકંપની સંભાવના ધરાવતા 20 વિસ્તારો હોઈ શકે છે.
આવા ભૂકંપની સંભાવના ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ પ્રદેશમાં સૌથી વધુ છે. તેનું કારણ એ છે કે, આ વિસ્તારોની ધરતીની નીચે તણાવ ચાલી રહ્યો હોવા છતાં ઊર્જા બહાર આવી શકતી નથી. ડૉ. પેરુમલ કહે છે કે, વર્ષ 1255માં રામનગર વિસ્તારમાં આઠથી નવ રિએક્ટરનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ અહીં કોઈ મોટો ભૂકંપ નોંધાયો નથી.
તેવી જ રીતે વર્ષ 1255માં નેપાળમાં ભૂસ્તરશાસ્ત્રીય બંધારણ સાથે ખૂબ જ શક્તિશાળી ભૂકંપ (8.0 થી 9.0) આવ્યો હતો. 1831, 1934 અને 2015માં ભારે ભૂકંપ આવી ચુક્યા છે. હિમાચલના કાંગડા જે સમાન સૂક્ષ્મ ભૂકંપના પટ્ટામાં આવે છે તેણે 1905ના ભૂકંપ (રિક્ટર સ્કેલ પર 7.8) પછી કોઈ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. દેશના મધ્ય નેપાળ અને આસામ પ્રાંત પણ એક પટ્ટામાં આવે છે. અહીં ટૂંકા અંતરાલમાં નાના ધરતીકંપો તેમજ મોટા ધરતીકંપો આવે છે. નેપાળમાં વર્ષ 1255ના ભૂકંપને બાદ કરતાં છેલ્લા ત્રણ મોટા ભૂકંપનો સમયગાળો 51 થી 81 વર્ષનો હતો અને આ જ માર્ગના આસામમાં છેલ્લા 2 મોટા ભૂકંપ 51 થી 81 વર્ષની વચ્ચે આવ્યા છે