મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોર્ટે પત્નીની અરજી પર પતિ દ્વારા શિક્ષણના અધિકારીથી વંચિત રાખવાને આધાર માની પીડિત પત્નીની છૂટાછેડાની અરજીનો સ્વીકાર કર્યો છે. પીડિતાના વકીલ પ્રતિ મેહનાએ જણાવ્યું કે પીડિતાના લગ્ન 13 વર્ષની નાની ઉંમરે કરવામાં આવ્યા હતા, ત્યારથી પતિ દ્વારા તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. 




સાથે જ પીડિતા અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ પતિ અને સાસરી પક્ષ તરફથી પીડિતાને શિક્ષણથી વંચિત રાખવામાં આવી અને મારપીટ કરવામાં આવતી હતી, બાદમાં પીડિતા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે પીડિતાને શિક્ષણથી વંચિત રાખવા અને ક્રૂરતા કરવાને લઈ પીડિતાના તલાક મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ એક એવો કેસ છે જેમાં કોર્ટે શિક્ષણથી વંચિત રાખવાને આધાર માનીને છૂટાછેડાની અરજી મંજૂર કરી છે. તમને જણાવી દઈએ કે પીડિતાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી, તે રીવાની રહેવાસી છે અને ઈન્દોરમાં રહીને અભ્યાસ કરે છે.