નવી દિલ્લીઃ BCCI માં સુધારા પર સુપ્રિમ કોર્ટમાં ગુરુવારે સુનવણી થઇ હતી. સુપ્રિમ કોર્ટે BCCI પર લાલ આંખ કરી હતી. કોર્ટે BCCIને લોઢા કમિટીના સુધારા લાગુ કરવા જ પડશે. એટલું જ નહી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જે રાજ્ય સુધારને લાગુ ના કરે તેના પૈસા રોકી દેવામાં આવે.તેમજ એ પણ નિર્દેશ આપ્યો કે, જો સુધારાને લાગુ કરવામાં ના આવે તો તેની પાસેથી પૈસા પરત પણ લઇ લેવામાં આવે. કોર્ટે BCCI પાસેથી અંડરટેકિંગની પણ માંગ કરી હતી કે, લોઢા કમિટી દ્વારા સૂચવવામં આવેલા સુધારા ક્યારથી લાગુ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે એ પણ કહ્યં કે, અમારો સમય ના બગાડો લોઢા કમિટીન વાત માનો.
સુપ્રિમ કોર્ટમાં BCCI તરફથી કહેવામાં આવ્યુ છે કે, તે અંડરટેકિંગ દેવામાં અસમર્થ છે. આના પર કોર્ટે કહ્યું કે, તે આ મામલે આદેશ આપશે. તો હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોર્ટ શુક્રવારે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે.
આ મામલે BCCI અધ્યક્ષ અનુરાગ ઠાકુર પર સુપ્રિમ કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે પુછ્યું કે, શુ અનુરાગ ઠાકુર ક્રિકેટર છે.? કોર્ટ મિત્ર ગોપાલ સુબ્રહમણ્યમને નવા અધિકારીઓ શોધવા માટે કહેવામાં આવ્યુ છે. એવું એટલા માટે કેમ કે કોર્ટનું માનવુ છે કે, જો અધિકારીઓ હટાવવામાં આવશે તો વિકલ્પ હોવો જોઇએ.