નવી દિલ્હીઃ કોરોના વેક્સીન કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન અને ડેલ્ટા બંન્ને વેરિઅન્ટ સામે અસરકારક છે. સ્વદેશી વેક્સીનની બૂસ્ટર ડોઝને COVAXIN (BBV152) નામ આપવામાં આવ્યું છે જે ઓમિક્રોન અને ડેલ્ટા બંન્ને વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે.


ટેસ્ટ દરમિયાન 100 ટકા સેમ્પલ્સને ડેલ્ટા વેરિઅન્ટને નિષ્પ્રભાવી કરી દીધું હતું. જ્યારે ઓમિક્રોનને 90 ટકાથી વધુ સેમ્પલ્સ વિરુદ્ધ આ અસરકારક સાબિત થઇ છે. ભારત બાયોટેક દ્ધારા જાહેર કરાયેલા આંકડાઓ પરથી આ વાતના પુરાવા મળ્યા છે.


હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આજે અમોરી વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવેલા એક અભ્યાસના પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જેમને કોવેક્સીનની બૂસ્ટર ડોઝ મળી છે તેમના શરીરમાં ઓમિક્રોન અને ડેલ્ટા બંન્ને વેરિઅન્ટને બેઅસર કરનારી એન્ટીબોડી તૈયાર થઇ છે.


અમોરી વેક્સીન સેન્ટરના સહાયક પ્રોફેસર અને લેબોરેટરીના વિશ્લેષણનુ નેતૃત્વ કરનારા મેહુલ સુથારે કહ્યું કે દુનિયાભરમા ઓમિક્રોન એક ગંભીર સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે. ડેટાના પ્રારંભિક વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે કોવેક્સિનની બૂસ્ટર ડોઝ લેનારા લોકોમાં ઓમિક્રોન અને ડેલ્ટા બંન્ને પ્રકારોના એક મહત્વપૂર્ણ પ્રતિરક્ષા પ્રતિક્રિયા હોય છે. જેનાથી જાણવા મળે છે કે બૂસ્ટર ડોઝમાં રોગની ગંભીરતા અને હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના ઓછી છે.


ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજમેન્ટ નિર્દેશક ડોક્ટર કૃષ્ણા એલાએ કહ્યું કે અમે કોવેક્સીન માટે સતત સંશોધન કરી રહ્યા છીએ. ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ સકારાત્મક ન્યૂટ્રલાઇઝેશન પ્રતિક્રિયાઓ મળે છે. આ હ્યુમરલ અને સેલ મધ્યસ્થી રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ બંને પેદા કરે છે."


Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV


Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ


IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો


Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે