મુંબઇઃ કોરોના કાળમાં ભારતમાં બીજી મોટી આફત આવી છે. ચક્રવાતી વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં કેર વર્તાવતા અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચાડ્યુ છે. વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને ગુજરાત પર વધુ અસર કરી છે. ખાસ વાત છે કે, આ તૌકતે વાવાઝોડાને મુંબઇના મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પણ તબાહી મચાવી દીધી છે. મુંબઇમાં આવેલા વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં તૌકતે કેર વર્તાવતા સ્ટેન્ડ અને સાઇટ સ્ક્રીન અને પ્રેસ ક્લબ બૉક્સને તોડુ નાંખ્યુ છે. આની તસવીર પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 


વાનખેડે સ્ટેડિયમની તસવીર વાયરલ થઇ રહી છે, આ તસવીર પ્રમાણે, તૌકતે વાવાઝોડાએ સ્ટેડિયમની અંદર તબાહી મચાવેલી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. તસવીરમાં સ્ટેન્ડ-સાઇટ સ્ક્રીન અને પ્રેસ ક્બલ તુટીને નીચે પડેલુ દેખાઇ રહ્યું છે. સ્ટેડિયમની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે. 



ઉલ્લેખનીય છે કે, મુંબઇના સ્ટેડિયમ ઉપરાંત કેટલીય જગ્યાએ આ ભયાનક તૌકતેએ તબાહી મચાવી છે, એટલુ જ નહીં અલગ અલગ ઘટનાઓમાં 7 લોકોના મોત પણ થઇ ગયા છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ કે, વાવાઝોડુ તૌકતે સોમવારની મધ્યરાત્રીએ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં દીવ અને ઉનાના દરિયાકાંઠા ટકરાશે, અને બાદમાં કમજોર પડશે. જોકે, આ પછી વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી દીધી હતી.




તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અડધી રાત બાદ ટ્વીટ કર્યુ હતુ, આમાં બતાવવામાં આવ્યુ હતુ કે, તૌકતે વાવાઝોડુ ખુબ ગંભીર ચક્રવાતી વાવાઝોડાથી કમજોર પડીને ગંભીર ચક્રવાતી વાવાઝોડા ફેરવાઇ ગયુ છે. હવામાન વિભાગે ટ્વીટ કર્યુ- વાવાઝોડાને આગળનો ભાગ કાંઠા વિસ્તારમાંથી થઇને આગળ નીકળી ગયો છે, અને હવે પાછળનો ભાગ પણ જમીન તરફ આગળ વધી રહ્યો છે. તૌકતે વાવાઝોડાના કારણે દીવનો દરિયો ગાંડોતૂર બન્યો હતો, દરિયા કિનારે જોરદાર પવન ફૂંકાયો હતો, અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાના પણ શરૂ થઇ ગયા હતા. જેને ધ્યાનમાં રાખીને તંત્રએ દરિયાકાંઠા પર અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો હતો.