નવી દિલ્હીઃ બેગ્લુંરુ સ્થિત બાયોકૉન લિમીટેડની કાર્યકારી અધ્યક્ષ કિરણ મજૂમદાર-શૉને કોરોનાનો ચેપ લાગ્યો છે. 67 વર્ષીય કિરણ મજૂમદાર-શૉએ એક ટ્વીટમાં કહ્યું કે, મને કૉવિડ-19 તપાસમાં પૉઝિટીવ થઇ છે, સામાન્ય લક્ષણો દેખાય છે, અને આશા છે કે આ ઠીક થઇ જશે.

તેના ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, કિરણ મજૂમદાર-શૉ આ સાંભળીને દુઃખ થયુ, અમે તમને જલ્દી ઠીક થયેલા જોવા ઇચ્છીએ છીએ. જલ્દી સાજા થઇ જાઓ મારા દોસ્ત.



કિરણ મજૂમદાર-શૉને કોરોના પૉઝિટીવ થવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે બેગ્લુંરુમાં સતત કૉવિડ-19 કેસોમાં ઉછાળો દેખાઇ રહ્યો છે. કર્ણાટકા દેશમાં સૌથી ખરાબ રીતે કૉવિડ-19થી પ્રભાવિતમાંનુ એક રાજ્ય છે. અહીં કોરોનાના કેસો ઓછા થવાના કોઇ સંકેત નથી દેખાઇ રહ્યાં.

કર્ણાટકમાં 17 ઓગસ્ટની સાંજ સુધી કૉવિડ-19ના કેસોની કુલ સંખ્યા વધીને 2 લાખ 33 હજાર 283 થઇ ગઇ છે, ગઇ કાલે 116 નવા લોકોના મોતની સાથે અત્યાર સુધી મોતનો આંકડો કુલ 3947 પર પહોંચ્યો છે. 81,528 એક્ટિવ કેસ છે, 1 લાખ 41 હજાર 491 લોકો ઠીક થઇને ઘરે પહોંચી ચૂક્યા છે.