coronavirus:કોવિડ-19થી ડાયાબિટીશ થઇ શકે છે. આ તારણ એક સ્ટડી બાદ સામે આવ્યું છે. કોરોના પ્રેક્રિયાઝ એટલે કે, અગ્નાશય પર હુમલો કરે છે અને તેની અંદર ઇન્સ્યુલિન બનાવતી કોશિકાને તે નષ્ટ કરી દે છે. એટલે કોવિડ-19માં ડાયાબિટિશની આશંકા વધી જાય છે.
ગત વર્ષે ન્યુયોર્કમાં કોવિડ-19થી સંક્રમિત લોકોમાં લોહીનું શુગર લેવલ વધેલું જોવા મળ્યું. તેને હાઇપરગ્લાઇસીમિયા કહે છે. જેને ડાયાબિટીશના શરૂઆત લક્ષણો કહે છે. વીલ કોર્નલ મેડિસિનમાં સ્ટેમ સેલ બાયોલોજિસ્ટ શુઇબિંગ ચેને કહ્યું કે, મારી ટીમે જોઇએ કે, સંક્મિત કેટલાક દર્દીએમાં બ્લડ શુગર લેવલ વધુ છે.એવા લોકોમાં આવા રિપોર્ટ આવી રહ્યાં હતા. જેમની હિસ્ટ્રીમાં ડાયાબિટિસનુ નામોનિશાન ન હતું. જો કે સંક્રમણ બાદ આ લોકોને ડાયાબિટિસ થયું. કોવિડથી રિકવરી બાદ આ સમસ્યા જોવા મળી. કોરોના વાયરસ SARS-CoV-2 સૌથી વધુ ફેફસા અને શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે. તેનાથી એક્યૂટ રેસ્પરેટરી ડિસ્ટ્રેસ થાય છે. જો કે તેના કારણે ડાયાબિટિસ જેવી ક્રોનિક બીમારી કેમ અને શા માટે થઇ રહી છે. આવા કેસ હજુ પણ વૈજ્ઞાનિક અને ડોક્ટર માટે રહસ્યનો વિષય છે.
કેનેડાના મેકમાસ્ટર યુનિવર્સિટીમાં પોપ્યુલેશન હેલ્થ રિસર્ચર ટી. સતિષે કહ્યું કે, તેમણે ગત વર્ષે એક સ્ટડી કરી હતી. આ સ્ટડી આખી દુનિયાના સંક્રમિત લોકો પર હતી. જેમાંથી લગભગ 15 ટકા કોવિડના દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા જોવા મળી. આ 15 ટકા દર્દીઓનું શુગર લેવલ બોર્ડર લાઇન પર હતું. તેમને ડાયાબિટીશ સંક્રમણ બાદ થઇ હતું. સતીષે જણાવ્યું કે, હાવર્ડ મેડિકલ સ્કૂલમાં એન્ડોક્રાઇનોલોજિસ્ટપાઓલો ફિયોરિનાએ ઇટલીની હોસ્પિટમાં 551 કોવિડના દર્દીની તપાસ કરી. 551 દર્દીમાંથી લગભગ 50 ટકા દર્દી હાઇગ્લાઇસીમિયાથી ગ્રસિત હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના બાયોકેમિસ્ટ પીટર જેકસન કહે છે કે, કોરોના વાયરસના કારણે ગંભીર રીતે સંક્રમિત દર્દીમાંથી 30 ટકા દર્દીઓને ડાયાબિટીસનું જોખમ રહે છે.
હેલ્થ રિસર્ચરના મત મુજબ કોવિડ વાયરસ અલગ અલગ લોકો પર જુદી જુદી રીતે અસર કરે છે. જરૂરી નથી કે દરેકને એક જ પ્રકાની સમસ્યા હોય. કેટલાક સંક્રમિતને હળવા તો કેટલાકને ગંભીર લક્ષણો જોવા મળે છે. જો કે અનેક સ્ટડી બાદ એ વાત સાબિત થઇ ચૂકી છે કે, કોવિડ વાયરસ ફેફસાની સાથે લીવર., કિડની, દિલ, દિમાગ., પ્રજનનન અંગ, વગેરે પર તેનો પ્રભાવ પાડે છે. એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે, કોવિડથી રિકવરી બાદ ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ 50થી 30 ટકા ગંભીર રીતે સંક્રમિત દર્દીમાં જોવા મળે છે.