Corona's Positivity Rate: દિલ્હીમાં કોરોના સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાવવા લાગ્યુ છે. દિલ્હીમાં કોરોના પૉઝિટીવીટી રેટમાં એકવાર ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી સરકાર (Delhi Government) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 13 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના 299 નવા કેસો સામે આવ્યા અને સંક્રમણ દર 2.49% થઇ ગયુ છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 12,022 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, અને 173 દર્દીઓ ઠીક થયા. દિલ્હીમાં હાલ કોરોનાના કુલ 814 એક્ટિવ કેસો (Corona Active Cases) છે. ઉલ્લેખનીય છે કે, 11 એપ્રિલે દિલ્હીમાં સંક્રમણ દર 2.7% હતો. જોકે 12 એપ્રિલે ઘટીને 1.71% થઇ ગયો. પરંતુ 13 એપ્રિલે સંક્રમણ દર (Infection Rate) એકવાર ફરીથી વધીને 2.49% થઇ ગયો છે.
તાજેતરમાં જ સ્વાસ્થ્ય સચિવે એક પત્ર લખીને રાજ્ય સરકારોને ચેતાવણી આપી હતી. સાથે જ સંક્રમણ રોકવા માટે જરૂરી ઉપાયો કરવાની સલાહ પણ આપી હતી. દિલ્હીની સાથે કેરળ, મહારાષ્ટ્ર, મિઝોરમ, હરિયાણા સરકારને પણ આવો જ પત્ર મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ