Indian Railways:ભારતીય રેલવે ટિકિટ બુકિંગથી લઇને બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુસાફરોએ રેલવેની ટિકિટ બુકિંગ કરતા સમયે ડેસ્ટિનેશન એડ્રેસ આપવું નહી પડે. કોરોના વાયરસ મહામારીના કારણે આઇઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રેલવે ટિકિટ બુકિંગ કરતા સમયે ડેસ્ટિનેશન એડ્રેસ આપવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.
હવે IRCTC મુસાફરોને ડેસ્ટિનેશન એડ્રેસ નહી પૂછે. રેલવે મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે. મંત્રાલયે ટિકિટ રિઝર્વેશન દરમિયાન ડેસ્ટિનેશન એડ્રેસ આપવાની જોગવાઇને દૂર કરી છે. ડેસ્ટિનેશન એડ્રેસે કોરોના મહામારી દરમિયાન કોવિડ પોઝિટિવ કેસને ટ્રેસ કરવામાં મદદ કરી હતી.
નોંધનીય છે કે બે વર્ષ પહેલા જ્યારે કોરોના મહામારી શરૂ થઇ ત્યારે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. રેલવેએ ઘણા દિવસો સુધી ટ્રેનો બંધ કરી દીધી હતી. આ પછી જ્યારે ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી ત્યારે પણ ઘણી જોગવાઈઓ અમલમાં રાખવામાં આવી હતી.
તાજેતરમાં રેલ્વેએ ફરી એકવાર ઓશીકું-ધાબળો પાછા આપવાનું શરૂ કર્યું છે. હવે વિવિધ ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સૂવા માટે ગાદલા અને ધાબળા આપવામાં આવી રહ્યા છે. જોકે આ કોરોના મહામારી દરમિયાન પણ બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ટ્રેન ઘણા સમય સુધી બંધ રાખવામાં આવી હતી.