નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો આંકડો 64 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં કોરોનાથી રિકવર થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. 54 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક એક લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશભરમાં અત્યાર સુધી 7.7 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વધુ ટેસ્ટ કરવાથી કોરોના સંક્રમણનો દર ઓછો કરવામાં મદદ મળી છે. સંક્રમિત લોકોની ઓળખ કરીને વધુ ફેલાતા સંક્રમણને રોકી શકાયું છે.



દેશભરમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 64,73,544 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 1,00,842 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયું છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,44,996 પહોંચી ગઈ છે. એક્ટિવ કેસ, કુલ કોરોના કેસ મામલે ભારત દુનિયામાં બીજો છે. જ્યારે મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબરે છે.