નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પ્રથમ વખત કૉંગ્રેસના તમામ પ્રદેશ અધ્યક્ષો સાથે વીડિયો કૉન્ફ્રેન્સિંગના માધ્યમથી કોરોના વાયરસને લઈને મીટિંગ કરી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, હું તમારી પાસેથી જાણવા માંગુ છુ કે તમારા રાજ્યમાં કોરોના મહામારીને ફેલાવાથી રોકવાનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? શુ તમે સરકારના પ્રયત્નતી સંતુષ્ટ છો? કૉંગ્રેસ પાર્ટી આ સમયે કઈ રીતે પોતાના સંગઠન દ્વારા લડાઈમાં વધારે યોગદાન આપી શકે છે? અને અત્યાર સુધીમાં તમે બધાએ પોતાના રાજ્યમાં શું કામ કર્યું છે?


ત્યારબાદ કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, 'લોકડાઉનને કારણે જે ગરીબ મજૂરો પોતાના ગામડા તરફ જઈ રહ્યા હતા તેમની મુશ્કેલીને દૂર કરવા માટે આપણા કાર્યકર્તાઓએ એકજૂટ થઈને કામ કર્યું છે. આજે પણ દેશભરમાં કૉંગ્રેસના સિપાહી આ કામમાં લાગ્યા છે. તમારા બધાના સમર્પણને લઈ હું અત્યંત આભારી છું.'

સોનિયા ગાંધીએ કહ્યું, 'તમે જાણતા હશો કે મે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા હતા. અમારી આશા છે કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે યોજના બનાવે. સૌથી વધારે મુશ્કેલી ગરીબો, ખેડૂતો અને મજૂરોને થઈ રહી છે.'

વીડિયો કૉન્ફ્રેન્સિંગ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે લોકડાઉનના કારણે આપણી અર્થવ્યવસ્થા પર ખૂબ જ વધારે ભાર પડવાનો છે. પહેલાથી જ અર્થવ્યવસ્થા સંકટમાં હતી. લાગે છે હવે વધારે મુશ્કેલી થશે. આ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે. જનતાના દુખમાં, જનતાને સાથે આપવો પડશે અને તેમને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કૉંગ્રેસ વર્કિગ કમિટી સાથે પણ બેઠક કરી હતી.