Mumbai Corona Cases: મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે.  શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,087 નવા દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમિત 2087 મળેલા કુલ દર્દીઓમાં 95 ટકા એટલે કે 1992 દર્દીઓમાં કોરોનાના લક્ષણો નથી જોવા મળ્યા. 


મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ 24,825 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી હાલ 652 પથારીનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, BMC દ્વારા આજે કુલ 15,026 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે.


મહારાષ્ટ્રમાં 4004 નવા કેસ નોંધાયા છે


મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 4004 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 2,087 કેસ મુંબઈના છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 16 દર્દીઓના મોત થયા છે. શનિવારે અહીં 3883 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 2 દર્દીઓના મોત થયા હતા.


રાજધાનીમાં 1530 નવા કેસ


બીજી તરફ જો રાજધાનીની વાત કરીએ તો દરેક પસાર થતા દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1530 કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ સંક્રમિતોના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં પોઝિટિવ રેટ  8.41% છે. અહીં ગઈકાલે એટલે કે 18 જૂન શનિવારના રોજ કોરોનાના 1,534 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 1,797 કેસ નોંધાયા હતા. શનિવાર સતત ચોથો દિવસ છે જ્યારે દિલ્હીમાં એક દિવસમાં 1,300 થી વધુ કેસ નોંધાયા છે.


 


ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે


ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 244 કેસ નોંધાયા છે. બીજી તરફ 131દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 117 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 10937  ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?


જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 117 કેસ,  સુરત શહેરમાં 32 કેસ, વડોદરા શહેરમાં 29 કેસ, રાજકોટ શહેરમાં 10, સુરત 6,   વલસાડમાં 6, ભાવનગર શહેરમાં 5, વડોદરા 5, ભરુચ 4, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 3, આણંદ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, નવસારી 3, ખેડા 2, ભાવનગર 1, જામનગર 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે.