સિસોદિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓના અભ્યાસને નુકશાન ના પહોંચે તે માટે ઓનલાઇન ક્લાસિસ ચાલુ રહેશે. આમાં સરકારી, પ્રાઇવેટ, એડેડ, એનડીએમસી તમામ સ્કૂલો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, મનિષ સિસોદિયાએ કેન્દ્રીય સંશાધન મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખ્યો હતો, જેમાં તેમને સ્કૂલોની નવી ભૂમિકા પર વિચાર કરવાનુ નિવેદન કર્યુ હતુ.
ઉપમુખ્યમંત્રીએ આજે લૉકડાઉન દરમિયાન શિક્ષણ ચાલુ રાખવા માટે સૂચનો પર વિચાર કરવા માટે બેઠક પણ કરી હતી, જેમાં 31 જુલાઇ સુધી દિલ્હીમાં સ્કૂલોને બંધ રાખવા પર સહમતી સધાઇ હતી. આ બેઠકમાં દિલ્હીની સરકારી અને પ્રાઇવેટ વિદ્યાલયોના કુલ 829 શિક્ષકો, 61 સ્કૂલ હેડ, 920 વિદ્યાર્થીઓ અને 829, પ્રૉફેસરો પાસે સૂચનો પર બનાવવામાં આવેલી જિલ્લાવાર રિપોર્ટ પર વિચાર કર્યા પછી જ આ ફેંસલો કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટને શિક્ષણ નિદેશાલયના ઉપ શિક્ષણ અધિકારીઓએ શિક્ષણ સચિવ અને શિક્ષણ નિદેશકની ઉપસ્થિતિમાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંક્રમણને રોકવા માટે દેશભરમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, હાલ દિલ્હીમાં 73 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે, જેમાં 44 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, અને 24 હજારથી વધુ કેસ હજુ પણ એક્ટિવ છે. મરનારાઓની સંખ્યા 2400ને પાર થઇ ગઇ છે.