નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે ત્યારે વિદ્યાર્થીના અભ્યાસની ચિંતા થવી સ્વાભાવિક છે. આ દરમિયાન કર્ણાટક હાઇકોર્ટના નિર્દેશો હેઠળ રાજ્ય સરકારે ઓનલાઇન વર્ગો શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરી હતી.


ગાઇડલાઇન પ્રમાણે કેજીના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં 30 મિનિટ સુધી ઓનલાઈન ક્લાસ યોજી શકાશે. જ્યારે 1-5ના વિદ્યાર્થીઓ માટે 30-45 મિનિટ સુધીના ઓનલાઇન કલાસ દર સપ્તાહે એકાંતરા બે પિરિયડમાં યોજી શકાશે. ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ સુધી બે પરિયડમાં 30-45 મિનિટના ક્લાસ યોજી શકાશે.



ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સપ્તાહના પાંચ દિવસમાં ચાર પિરિયડ 30-45 મિનિટ સુધી યોજી શકાશે. ઓર્ડર પ્રમાણે સ્ટેટ પ્રાયમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલો, CBSE અને ICSE બોર્ડ રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઇન ક્લાસ યોજી શકશે.

થોડા દિવસો પહેલા કર્ણાટક સરકારે અનેક માતા-પિતા અને માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ફરિયાદ બાદ કેજી અને પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે 5મા ધોરણ સુધી ઓનલાઈન ભણાવવા પ્રતિબંધ લગાવી દીધો હતો.

Education Loan Information:

Calculate Education Loan EMI