નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન 4માં છૂટછાટ આપ્યા બાદ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થયો છે. અત્યાર સુધીમાં સવા લાખથી વધારે ભારતીયો તેની ઝપેટમાં આવી ગયા છે અને 3700થી વધારે લોકોના મોત થયા છે.

આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ, 23 મે, 2020ના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28,34,798 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,15,364 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસથી 1,25,101 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 3720 લોકોના મોત થયા છે અને 51,783 લોકોના સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 44,582 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.