Covid-19 In India: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,551 નવા કેસ નોંધાયા છે. જ્યારે 21,595 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. આ અગાઉ 4 ઓગસ્ટ એટલે કે ગુરુવારે દેશમાં કોરોનાના 19,893 નવા કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં જ કોરોના નવા કેસનો આંકડો  20 હજારને વટાવી ગયો છે.






દેશમાં 1,35,364 એક્ટિવ કેસ


દેશમાં કોરોના દર્દીઓના 1,35,364 એક્ટિવ કેસ છે. જ્યારે તેનો પોઝિટિવીટી રેટ 5.14 ટકા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,26,600 લોકોના મોત થયા છે. જ્યારે  43,445,624 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની સંખ્યા 2,05,59,47,243 ના આંકડાને સ્પર્શી ગઈ છે.


દેશમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે


ઉલ્લેખનીય છે કે દેશમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અગાઉ 2 ઓગસ્ટે 13 હજાર કેસ નોંધાયા હતા. જે બાદ એવી આશંકા હતી કે કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ 3 ઓગસ્ટના રોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવતા 17 હજાર કેસ નોંધાયા હતા. અગાઉ 1 ઓગસ્ટના રોજ 16,464 કેસ નોંધાયા હતા અને 31 જુલાઈએ 19,673 નવા કેસ નોંધાયા હતા.


 


Gujarat Congress : ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના બે મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં


Lumpy Virus : ગુજરાતમાં આજે લમ્પી વાયરસને કારણે 159 પશુઓના મોત થયા, જાણો કેટલા જિલ્લામાં ફેલાયો વાયરસ


RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે


Monkeypox in US: ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ, અમેરિકામાં હેલ્થ ઈમરજન્સી જાહેર, અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા