Patra Chawl Land Case: કેન્દ્રીય એજન્સી પ્રવર્તન નિદેશાલય (ED)એ પાત્રા ચૉલ કેસમાં ધરપકડ કરેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને (Varsha Raut) પણ સમન્સ મોકલ્યું છે. ઈડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલીને આવતીકાલે શુક્રવારે સવારે 11 વાગ્યે પુછપરછ કરવા માટે બોલાવ્યા છે. ઈડીએ જણાવ્યું કે, વર્ષા રાઉતના ખાતામાં લેવડ-દેવડ થયું હોવાથી તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે.


8 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં રહેશે સંજય રાઉત


જણાવી દઈએ કે, EDએ ગોરેગાંવમાં આવેલી પાત્રા ચૉલના પુનર્વિકાસમાં કથિત નાણાંકિય અનિયમિતતાઓ અને સંજય રાઉતની પત્નીની સંપત્તિ સાથે જોડાયેલી નાણાંકીય લેવડ-દેવડના સંબંધમાં સંજય રાઉતની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આજે ગુરુવારે સંજય રાઉતને મુંબઈની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. 


મુંબઈની આ અદાલતમાં જ્યાં સંજય રાઉતની પ્રવર્તન નિદેશાલયને (ED) અપાયેલી કસ્ટડીની સમય સીમા વધારીને 8 ઓગષ્ટ સુધીની કરવામાં આવી છે. ત્યારે કોર્ટે કસ્ટડીની અવધી વધારતાં કહ્યું કે, ઈડીએ તપાસમાં ઘણી પ્રગતિ કરી છે.


ઉલ્લેખનીય છે કે, સંજય રાઉતની (Sanjay Raut) કસ્ટડીનો સમય વધારાવાના કોર્ટના આદેશ બાદ થોડા જ સમયમાં વર્ષા રાઉતને (Varsha Raut) ઈડીએ સમન્સ મોકલ્યું હતું. ઈડીએ આ પહેલાં કોર્ટને જણાવ્યું કે, શિવસેના સાંસદ સંજય રાઉત અને તેમના પરિવારને મુંબઈની એક ચૉલના પુનર્વિકાસ પરિયોજનામાં કથિત અનિયમિતતાઓથી મળેલા એક કરોડ રુપિયા 'ગુનાહિત આવક'ના રુપે મળ્યા હતા.


આ પણ વાંચોઃ


AMIT SHAH : શું અમિત શાહ બનશે ગુજરાતના આગામી મુખ્યમંત્રી?, જાણો કોણે કર્યો આ દાવો


Himatnagar New Born Baby : ખેતરમાં દાટેલું જીવીત નવજાત બાળક મળી આવતાં ખળભળાટ, કોણ દાટીને જતું રહ્યું?


Chief Justice of India: યુયુ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે, CJI એનવી રમનાએ તેમના નામની ભલામણ કરી