આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયેના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે COVID-19ના દર્દીઓ સ્વસ્થ થવાની ટકાવારી 25 ટકા છે. દેશમાં કોવિડ -19 કેસમાં મૃત્યુદર 3.2 ટકા છે. તેમણે જણાવ્યું કે કોરોના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યા છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં થઈ રહ્યા હતા.
આંધ્રપદેશમાં 1043,અંદમાન નિકોબારમાં33,અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 42,બિહારમાં 403, ચંડીગઢમાં 56,છત્તીસગઢમાં 38,દિલ્હીમાં 3439,ગોવામાં 7,ગુજરાતમાં 4082,હરિયાણામાં 310,હિમાચલ પ્રદેશમાં 40,જમ્મુ કાશ્મીરમાં 581 કોરોના પોઝિટિવ કેસ છે. ઝારખંડમાં 107,કર્ણાટકમાં 557,કેરળમાં 496,લદાખમાં 22,મધ્યપ્રદેશમાં 2660,મહારાષ્ટ્રમાં 9915,મણિપુરમાં 2,મેધાલયમાં 12,મિઝોરમમાં એક, ઓરિસ્સામાં 128 કેસ છે.
જ્યારે પુડુચેરીમાં 8,પંજાબમાં 357,રાજસ્થાનમાં 2438,તમિલનાડુમાં 2162,તેલંગણામાં 1012,ત્રિપુરામાં 2,ઉત્તરાખંડમાં 55,ઉત્તરપ્રદેશમાં 2203 અને પશ્ચિમ બંગાળમાં 758 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે.