તિરુવનંતપુરમઃ દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં કોરોના કેસોમાં રાફડો ફાડ્યો છે. અહીં રેકોર્ડ કેસો નોંધાતા રાજ્ય સરકારે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ લૉકડાઉન 23 જાન્યુઆરી એટલે કે રવિવારે આખા દિવસ માટે લાગુ રહેશે. ખાસ વાત છે કે, લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકારે તાત્કાલિક સેવાઓને જ મંજૂરી આપી છે. 


રાજ્યમાં કૉવડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગુરુવારે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં ફેંસલો લેવામાં આવ્યો હતો કે, કેરળમાં વધતા કોરોનાના કેસોને અટકાવવા માટે 23 અને 30 જાન્યુઆરીએ માત્ર ઇમર્જન્સી સેવાઓને જ મંજૂરી આપવી જોઇએ. 


આ બેઠકમાં નક્કી કરવામા આવ્યુ હતુ કે 23 જાન્યુઆરીએ રવિવારે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે, અને આ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, છાપા, માછલી, માંસ, ફળ, શાકભાજી અને કરિયાણાનુ વેચાણ કરનારી દુકાનો જ સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખોલવાની અનુમતિ રહેશે. ખાસ વાત છે કે આ દરમિયાન જો કોઇ લગ્ન હશે તો તેમા માત્ર 20 લોકોને જ હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન લોકો માટે માત્ર હૉટલ અને દવાની દુકાનો પર પાર્સલ સેવા ઉપલબ્ધ રહેશે, તથા મીડિયા અને ઇન્ટરનેટ-દૂરસંચાર સેવાઓ પ્રતિબંધ હોવા છતાં ઉપલબ્ધ રહેશે.


ઉલ્લેખનીય છે કે શનિવારે કેરળમાં કૉવિડ-19ના 45,136 નવા કેસો સામે આવ્યા હતા, જેને મળીને રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,74,702 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન