નવા આદેશો સોશ્યલ ડિસ્ટન્સિંગને કડકાઇથી અમલ કરાવવા માટે લાગુ કરવામાં આવ્યા છે, અને આ માટે તંત્રએ આઇપીસીની કલમ 144 લાગુ કરવાનો નિર્દેશ આપી દીધો છે. આદેશ અંતર્ગત જિલ્લાધિકારીઓને કોરોના ફેલાતો રોકવા માટે કલમ 144 લાગુ કરવાની આઝાદી રહેશે.
કેરાલામાં ગુરુવારે કૉવિડ-19ના 8,135 નવા કેસો સામે આવ્યા, આની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને બે લાખથી વધુ થઇ ગઇ,જ્યારે 29 વધુ લોકોના મોત પણ થયા છે, અને મૃતકોની સંખ્યા 771 થઇ ગઇ છે. કેરાલામાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. સાત મહિના પહેલા રાજ્યમાં પહેલો કોરોનાનો દર્દી મળ્યો હતો, જે વુહાનથી પરત ફરેલી એક મેડિકલ વિદ્યાર્થીની હતી.
કેરાલાના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે સ્વાસ્થ્યકર્મી મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યાં છે અને ગુરુવારે 105થી વધુ લોકો સંક્રમિત થયા છે. તેમને રાજ્યમા સાવધાની રાખવા માટે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે ચેતાવણી પણ આપી દીધી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ