કોરોનાને રોકવામાં લોકડાઉનનો નિર્ણય કેટલો યોગ્ય છે એ બતાવવા માટે સરકારે આંકડા રજૂ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસ વધવાની ગતિમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલું જ નહીં દેશમાં સંક્રમિત લોકોના ઠીક થવાનો રેટ પણ વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણો સારો છે.
હવે રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર...
- રાજસ્થાનના ભીલવાડા જ્યાં એક સમયે કોરોનાનો વાયરસ ઝડપથી ફેલાયો હતો તે હવે કોરોનામુક્ત થઈ ગયો છે.
- ઓડિશામાં સતત બીજા દિવસે એક પણ નવો કેસ સામે આવ્યો નથી.
- ગાવમાં માત્ર એક કોરોના પોઝિટિવ કેસ છે જે પણ ટૂંકમાં ઠીક થઈ જશે.
- યૂપીનો બરેલી જિલ્લો પણ કોરોનામુક્ત થઈ ગયો છે.
આવું જ 17 રાજ્યોના 27 જિલ્લામાં છે જ્યાં કોરોનાનો ચેપ પહોંચ્યો તો હતો પરંતુ હવે બે સપ્તાહથી એક પણ નવો કેસ સામે આવ્યો નથી. કેરળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહારમાં પણ કોરોના કાબુમાં હોવાનું જણાઈ રહ્યું છે. સૌથી રાહતની વાત એ છે કે દેશમાં 325 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી.
ભીલવાડા શહેર રાજસ્થાનમાં કોરોના વાયરસનું એક હોટસ્પોટ હતું, જ્યાં જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આક્રમક રોકથામ અને ઉપાયો દ્વારા વાયરસના ચેપને રોકવામાં આવ્યો.