નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આ વાયરસ સામે પૂરી દુનિયા લડી રહી છે અને સંઘના કાર્યક્રમ પણ બંધ છે. ઘરમાં રહેવું જ સારવાર છે. ઘરમાં બંધ રહી કોરોના વાયરસ સામે લડી શકાય છે. માસ્ક લગાવવું અને હાથ ધોવાના છે એટલે તેનાથી બચી શકાય. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. તેમણે કહ્યું આ મહામારીથી ડરવાની જરૂર નથી પરંતુ આપણે સંયમ અને સંતુલન કાયમ રાખવાનું છે. આ બીમારી ન ફેલાય તે માટે પ્રયાસ ચાલુ રાખવા પડશે.




મોહન ભાગવતે કહ્યું કે ભારતે જે દવાના નિર્યાત પર પ્રતિબધ લગાવ્યો હતો તેને દુનિયાની મદદ કરવા માટે હટાવ્યો છે. આપણે મદદ કરવામાં ભેદ નથી કરતા. જે મદદ માંગશે તેને આપણે આપશું, આ આપણો સ્વભાવ છે. તેમણે કહ્યું કેટલાક લોકોને ડર લાગે છે કે અમને ક્વોરન્ટીનમાં રાખી દેવામાં આવશે. ક્વોરન્ટીનના નિયમોથી ડરવાની જરૂર નથી.



પાલઘર મામલા પર તેમણે સાધુઓને શ્રદ્ધાંજલી આપી. તેમણે કહ્યું સન્યાસિઓને ઢોરમાર મારી મારી નાખ્યા, એવામાં પોલીસની શુ ભૂમિકા હોવી જોઈએ? તેમણે કહ્યું, આ કૃત્ય થવું જોઈએ શું, કાયદો વ્યવસ્થા હાથમાં લેવા જોઈએ શું, આવું થાય તો પોલીસે શું કરવું જોઈએ? આ તમામ વાતો પર વિચાર કરવાની જરૂર છે.