નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા છે. મંગળવારે ભારત સરકારે આ વાતની જાણકારી આપી છે. યુકેથી પરત ફરેલા 6 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે. જેમાંથી ત્રણ બેંગલુરુમાં, બે હૈદરાબાદમાં અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન મળ્યો છે. તમામ લોકોને અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભારતના વિવિધ એરપોર્ટ પર યુકેથી આવેલા કુલ 33 હજાર મુસાફરોના આર-ટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યામાં છે. જેમાંથી 114 લોકોના કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,432 કેસ આવ્યા છે અને 252 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,02,24,303 પર પહોંચી છે. જેમાંથી 2,68,581 એક્ટિવ કેસ છે. જ્યારે 98,07,569 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,48,153 થયો છે.



IND v AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, મુરલીધરનનો રેકોર્ડ તોડી બન્યો વિશ્વનો પ્રથમ બોલર

કર્ણાટકઃ વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે ટ્રેન સામે કૂદીને કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ