આ પહેલા શુક્રવારે કંપનીએ આ વાતની જાણકારી આપી હતી કે તેને સરકાર તરફથી એન્ટીવાયરલ દવા FabiFlu -ફેબિફ્લૂના માર્કેટિંગ અને મેન્યૂફેક્ચરિંગનુ અપ્રૂવલ મળી ગયુ છે.
કંપનીએ શુક્રવારે કહ્યું હતુ કે તેને ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીજીસીઆઇ) પાસેથી આ દવાને બનાવટ અને વેચાણની અનુમતી મળી ગઇ છે. કંપની કહ્યું કે, FabiFlu ફેબિફ્લૂ કૉવિડ-19ની સારવાર માટે પહેલી ખાવાવાળી ફેબિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલના ચેરમેન અને પ્રબંધ નિદેશક ગ્લેન સલ્દાન્હાએ કહ્યું- આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ભારતમાં કોરોના વયારસના કેસો પહેલાની સરખામણીમાં ઝડપથી વધી રહ્યાં છે. આનાથી આપણા સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ખુબ દબાણમાં છે. તેમને આશા છે કે FabiFlu જેવી દવાથી કોરોનાની સારવારમાં મદદ મળશે.
નોંધનીય છે કે કોરોનાના ઇલાજ દરમિયાન આ પહેલા રેમડેસિવિર અને બીજી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ફેબિફ્લૂ પહેલી એવી દવા છે જેના ખાઇ શકાશે.