COVID 19 cases India: દેશમાં કોરોના મહામારી (corona pandemic) સામે લડવા માટે રસીકરણ (COVID 19 vaccination)નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 6.5 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. હવે 1લી એપ્રિલથી 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોનું રસીકરણું કામ શરૂ થશે. રસી લગાવવા માટે તમારા ઓનલાઈન રજિસ્ટ્રેશન (registration for corona vaccine)  કરાવવું પડશે. પરંતુ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર પણ કોરોનાની રસી લઈ શકો છો. તેના માટે સરકારે ખાસ વ્યવસ્થા શરૂ કરી છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ ઝડપથી આગળ વધી રહ્યો છે. 1 એપ્રિલથી જે વ્યક્તિ 45 વર્ષથી વધારે ઉંમરની હશે તે બધાને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવશે.


તેમણે જણાવ્યું કે, રસીકરણ માટે લોકોએ cowin.gov.in પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઈ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવો તો તે પોતાના કોવિડ વેક્સીનેશન સેન્ટર (COVID vaccination center) પર જઈને સાંજે 3 કલાક બાદ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે.


કોવિડ રસીકરણ સેન્ટર પર રજિસ્ટ્રેશન માટે તમારે ઓળખ પત્ર જેમ કે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ લઈને જવાનું રહેશે. ઉપરાંત પાસપોર્ટ, રાશનકાર્ડ અથવા બેંકની પાસબુકને પણ ઓળખપત્ર તરીકે રજૂ કરી શકાય છે.


દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દેશમાં મંગળવાર સુધીમાં કોરોના રસીના ૬.૧૧ કરોડ ડોઝ અપાયા છે અને ૪૮.૩૯ ટકા સાથે તેલંગાણા રસીના સૌથી વધુ ડોઝ આપવામાં ટોચનું રાજ્ય છે. વધુમાં દેશમાં ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ શકશે. તેઓ કોવિન પ્લેટફોર્મ, આરોગ્ય સેતુ એપ અથવા રસીકરણ કેન્દ્ર ઉપર પહોંચીને સ્થળ પર જ નોંધણી કરાવી શકશે.


ગુજરાતમાં વધુ બે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા, સત્ર દરમિયાન કુલ 10 ધારાસભ્યો સંક્રમિત થયા