મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ (Sarad Pavar)ની મંગળવારે રાત્રે એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યે કહ્યું કે, તેમના ઓપરેશનને લઇને ઝડપથી નિર્ણય લેવાશે.


રવિવારે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ પવારને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમેને ગોલ બ્લોડપની સમસ્યા હોવાનું જણવા મળ્યું છે. NCPના નેતા નવાબ મલિકે કહ્યું કે, તેમને ઓપરેશન કરાવવાનું જ હતું જો કે  પૂર્વ નિર્ધારિત ઓપરેશન પહેલા દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.


મલિકે ટવિટ કરીને જણાવ્યું કે, “અમારી પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર(Sarad Pavar)ને રવિવારે સાંજે પેટમાં દુખાવો શરૂ થયો હતો. તેના કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રિપોર્ટ મુજબ તેમને ગોલ બ્લોડરની સમસ્યા છે”



મંત્રીએ કહ્યું કે, ‘તેઓ બ્લડ પાતળું થવાની દવા લેતા હતા. જો કે આ સમસ્યાની જાણ થતાં તેમણે આ દવાને બંધ કરી દીધી હતી. તેમને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની બહુ ઝડપથી સર્જરી કરવામાં આવશે. ડોક્ટરના જણાવ્યાં મુજબ હાલ તેમની તબિયત સ્ટેબલ છે.


ઉલ્લેખનિય છે કે, NCPના અધ્યક્ષ શરદ પવારને સર્જરી થવાની હતી. તેમને ગોલ બ્લોડરની સમસ્યા છે. જો કે સર્જરી પહેલા જ તેમને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અહીં એનસીપી અધ્યક્ષ શરદ પવારની એન્ડોસ્કોપી કરવામાં આવી છે. તેમની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.